મારા એક દિવસ ની દિનચર્યા
દોરરોજ ની જેમ હું વહેલી સવારે ૪:૩૦ વાગ્યે જાગી ગયો. ત્યાર બાદ નાવા ધોવા તથા ફ્રેશ થવા માં અડધો કલાક લાગ્યો ૫ વાગ્યે થી ૭:૩૦ વાગે સુધી કોલેજ નું ગૃહકાર્ય પૂરું કર્યું.
ત્યાર બાદ કેન્ટિન માં નાસ્તો કરવા જવાનો સમય થયો એટલે બધા મિત્ર સહિત વાત ચિત કરતા કરતાં કેન્ટિન માં પહોંચ્યા નાસ્તા માં આજે દોર રોજ ની ચા સાથે પૂરી હતી એ નાસ્તો કરી લીધા પછી હોસ્ટેલ માં પાછા આવ્યાં અને પોત પોતાના રૂમમાં ગયા .
આજે રવિવાર નો દિવસ એટલે રજા નો દિવસ હતો. દોર રોજ કરતા આજે થોડી શાંતિ હતી.બધા પોત પોતાના ત્યારબાદ બે કલાક જેટલું સોશિયલ મીડિયા તથા વોટ્સએપ પર જૂના મિત્રો સાથે વાતચીત કરી.રાજા નો દિવસ હતો તેથી આજે દરરોજ કરતા થોડું વહેલું બનાવી દેતા ૧૨.૩૦ સમય થતા અમે ફરી થી ભોજન કરવા માટે મિત્ર સાથે કેન્ટિન માં ગયા ત્યાં રોટલી શાક દાળ ભાત અને ઠંડી એવી મસ્ત ખાટી છાશ પીધી .ત્યાર બાદ કપડા ધોવા ના હતા તે ધોયા પછી બજાર માં ફરવા માટે અન્ય થોડું કામ હોવાથી ૨ વાગે હોસ્ટેલ થી બજાર જવા માટે મિત્ર સહિત તૈયાર થયા અને વચ્ચે ૨,૩ જેટલું અંતર હોસ્ટેલ અને બજાર હતું અને અમે બધા ૩ મિત્ર ચાલતા ગયા.
ત્યાં બજાર માં પહોચ્યા અને થોડું વસ્તુ લીધા પછી ફર્યા અને પાછા ૪.૪૫ વાગે પાછા ફર્યા. હોસ્ટેલ આવ્યા પછી ફ્રેશ થઈ ગયો. અને રાત નું ભોજન ૭ વાગે ખાવા માટે ગયા અને ત્યાં થી આવ્યા અને ૮ થી ૧૦ વાગે સુધી ટેસ્ટ ની તૈયારી કરી ૧ કલાક જેટલું મોબાઇલ માં ઈન્સ્ટાગ્રામ જોઈ ઊંઘવા પડી ગયો.
આ રીતે મેં રવિવાર નો દિવસ રજા પસાર કરી.
Comments
Post a Comment