Web Series Review writing
Series Name:- Mumbai modern love
Episode 1 :- "Night' Queen"
Release date:- 13 May 2022
Network:- Amazon Prime Video
મોર્ડન લવ મુંબઈ એ પ્રીતિશ નંદી દ્વારા વેબ સિરીઝ બનાવાયેલ હિન્દી ભાષામાં ૪૨ મિનિટ નો પહેલો એપિસોડ છે. જેના ડિરેક્ટર સોનાલી બોઝ છે.
આ એપિસોડ ની અંદર જોવાં મળતા કેરેક્ટર
ફાતિમા સના શેખ, પ્રતીક ગાંધી, ભૂપેન્દ્ર જાદવત, રણવીર બરાર,તનુજા, વગેરે.....
"રાત રાણી " એપિસોડ ની શરૂઆત અહીં થી થાય ઉપર દેખાતા છબી માં એક પુલ છે જેનું નામ ફ્લાયઓવર બ્રિજ હોય છે. આ એપિસોડ જ પુલ થી સંકળાયેલ છે.
લાલી એક રસોઈયા છે અને તેનો પતિ લુત્ફી એક સુરક્ષા ગાર્ડ (સિક્યુરિટી) છે.
એક કપ આઇસ્ક્રીમ અને બે ચમચી એ એમની આદત છે . લાલી અને લુત્ફી એક દિવસ સાંજ ના સમયે આ ફ્લાયઓવર બ્રિજ ના નીચે વાત ચિત કર્યા પછી તેઓ બને આઇસ્ક્રીમ ખાવા માટે જાય છે.
ત્યારબાદ તેના બીજા દિવસે સવાર માં લાલી જાગે છે ત્યારે તે જુએ છે કે તેનો પતિ (લુત્ફી) ત્યાં દેખાતો નથી અને લાલી એ લુત્ફી ને આસપાસ દેખી , સંપર્ક કરી જુએ છે પણ ત્યાં પણ હોતો નથી અને અંત માં એને ખબર પડે છે કે લુત્ફી તેને છોડી ને જતો રહ્યો છે. તે ખૂબ દુઃખી થાય છે. અને ઘણા બધા દિવસ સુધી એની યાદ માં દુઃખી રહે છે અને લુત્ફીને પાછો બોલવા ના પ્રયત્ન પણ કરે છે પરતું એ આવવા ના પાડે છે. હવે લાલી ને એની જૂની સાયકલ લઈ ને જેમ તેમ કરીને રસોઈયા કામ માટે જાય છે.(પહેલા લુત્ફી નું સ્કૂટર હોવાથી એ એને મૂકી જતો પણ હવે એ છોડી જતો રહ્યો છે ) આ દિવસો માં એ જે ઘર માં રહે છે એ ઘર ની છત પણ તૂટી જાય છે. આ છત ને નવી બનાવવા માટે પ્રયત્ન કરે છે પણ લુત્ફી ફરી પાછો ન આવે એવું એને લાગે છે તેથી તાડ પત્રી જ લગાવે છે.પહેલા તો લાલી , લુત્ફી ના સ્કૂટર પર એની પાછળ બેસી ને ઊંઘી પણ જતી એટલે એણે ખબર પણ નય જતી કે રસ્તા માં શુ આવે છે અને શું નય પણ હવે એ જાતે સાયકલ ચલાવે છે એટલે એને બધું જ ખબર પડે છે .
એક દિવસ લાલી આ ફ્લાયઓવર પર સાઇકલ ચલાવી લે છે એને પોતે જોયેલું સપનું સાકાર કર્યું હોય એ રીત થી ઉત્સાહ અને આનંદ અનુભવે છે. તે હવે આ ઉત્સાહ માં લુત્ફીને મળવા જાય છે અને એને કહે છે કે તમે મને છોડી ના જતા તો હું ફ્લાયઓવર બ્રિજ પર ક્યારેય સાયકલ ન ચલાવી શકતી અને તારી પાછળ બેસી ને ઊંઘી જ રહેતી.તેથી તેનો આભાર માને છે. અને હવે તે ખુશ રહેવા લાગે છે. સાઇકલ અને ઘર ને કલર થી શણગારે છે અને નવું કરી દે છે.
ફ્લાયઓવર બ્રિજ પર સાઇકલ પર રાતરાણી ની મહેક થી ભરપૂર પીણું વેચે છે.વેચે ત્યાં ફ્લાય ઓવર પર બે સવારી મનાઈ હોય છે. વેચાણ કરવાનું પણ મનાઈ હોય છે. અને લાલી કહે છે કે "રાત માં રાત રાણી ની સુગંધ ની મહેક થી સાપ આવે છે એ મહેક ને ઓછી કરવા માટે કોઈ દિવસ ના રાજા આવે છે પણ એના થી કઈ રાતરાણી ની મહેક ને ઓછી ન કરી શકે."
અને બીજું બી કહે છે કે " ફ્લાય ઓવર પર બે સવારી મનાઈ છે, પ્યાર કરવું મનાઈ છે ,નીચી જાતિ ના વ્યક્તિ સાથે પ્રેમ કરવું મનાઈ છે, છોડી ગયા પછી ખુશ રહેવું એ પણ મનાઈ છે બીજું શું શું છે જે મનાઈ છે."
સારાંશ: -
લાલી એક રસોઈયા છે અને તેનો પતિ એક સુરક્ષા ગાર્ડ (સિક્યુરિટી) છે જે તેમના વતન કાશ્મીર થી દૂર મુંબઈ શહેર માં રહેતા હોય છે. ફ્લાય ઓવર બ્રિજ નીચે એક કપ અને બે ચમચી એ એમની સાથે જ સમાપ્ત થાય છે. સ્કૂટર પર લુતફી પાછળ બેસી ને ઊંઘી પણ જાય છે તેથી તેને કઈ ખબર નથી રહેતી રસ્તા માં શુ આવે છે.
અચાનક લાલી ને છોડી દે છે .લાલી નું હૃદય તૂટી જાય છે. અને ખૂબ દુઃખી થાય છે. લાલી તેની જૂની સાયકલ શીખે છે અને ફ્લાય ઓવર બ્રિજ ને પાર કરે છે . અને ત્યાર બાદ વધુ સારા જીવન તરફ આગળ વધે છે.
આમ આ બ્રિજ એ સારા જીવન તરફ ગતિ કરાવે છે. સાથે નવી દિશા પ્રદાન કરે છે જે આ લાલી ના જીવન નું મુખ્ય હાર્દ છે.
Comments
Post a Comment