ભાગ્યરૂપ ફળ
એક ગામ માં એક વૃદ્ધ માણસ રહે. તે વૃદ્ધ માણસ ની પત્ની ના અવસાન ને લગ ભગ ત્રણેક વર્ષ પહેલાં થયું હતું. તેમના ત્રણ દીકરા હતા. આ ત્રણ દીકરા માંથી એક દીકરો શિક્ષક ની નોકરી કરતો. અને બીજો એના માતા પિતા સાથે એક ઘર માં રહે અને ત્રીજો દીકરો પણ જોડે જ બાજુ ના ઘર માં રહે પરંતુ આ બે ભાઈઓ વચ્ચે ના એમના ખરાબ વર્તન ને કારણે સબંધ ખરાબ હતા.એમના પિતા નું નામ કાંતિલાલ એમનો સ્વભાવ પણ ખૂબ ખરાબ હતો.તેઓ લોકો સાથે ખરાબ રીતે વર્તતા અને હંમેશા નિંદા કરતા રહેતા.
કાંતિલાલ ના ઘર સામે ભીમા ભાઈ નું ઘર હતું તે સારી નિયત ના હતા. તેઓ લોકો સાથે હળીમળીને રહેતા અને સારી રીતે વર્તન કરતા. તેથી તેમને લોકો પસંદ પણ કરતા.
આ બંને ના ઘર ની બાજુ માં મેલડી માં અને ભાથીજી મહારાજ નું મંદિર નું સ્થાનક આવેલું હતું.તેથી ગામ ના લોકો ત્યાં જ આવીને આરાધના અને પૂજા કરતા. આ સમયે એ સમાજ ની અંધશ્રદ્ધા ઓ પ્રમાણે આઠમ ના દિવસે બકરી કે અન્ય વસ્તુઓ નું આહુતિ આપતા.
કાંતિલાલ અને ભીમાભાઇ દારૂ વેચતા અને ભીમા ભાઈ ને લોકો પસંદ કરતા હોવાથી એના ત્યાજ દારૂ પણ વધારે વેચાતો આ બાબત કાન્તિ ભાઈ ને ગમતી ન હોતી. કાંતિભાઈ કાળુ જાદુ પણ જાણતા હતા.
તેમણે એક વાર એમની દીકરી ના પતિ ના મૃત દેહ ને ફરી વખત જીવીત કરવા માટે પ્રયત્ન કર્યો પણ આમાં તે સફળ થયા નહી . આવા અનેક કાળા જાદુ નો પ્રયત્ન કર્યો હતો.આ વખતે તેમણે ભીમાભાઇ ભાઈ પર કંઈક કાળો જાદુ કર્યો પણ એમના મંત્ર બોલ માં વિકૃતિ પડી .
થોડાક સમય પછી તેઓ નું સ્વાસ્થ્ય બગડ્યું અને તે સત્તત માંદા રહેવા લાગ્યા એમની સેવા કરવા માટે એમના કુટુંબ ના સભ્યો જ તૈયાર ન હોતા કારણ કે એમના આવા ખરાબ વર્તન ના લીધે લોકો એમને ના પસંદ કરતા એવી જ રીતે તે થોડા સમય સુધી સતત રોગી તરીકે બની રહ્યા અને તે પોતાના કર્મ નું બોગ કરી રહ્યા હતા. છેલ્લે તે એક રાતે અવસાન પામે છે.
બોધ - જીવન માં કર્મો સારા કરવા જોઈએ
Comments
Post a Comment