અંધકાર થી પ્રકાશ તરફ એક કદમ
રાજ્ય ના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં આવેલ એક ગામ ચારેય તરફ પહાડો, કાચા રસ્તા, અને ભૌતિક સુવિધાઓ થી તથા વીજળી ની અછત મર્યાદિત સુવિધા ઓઅહીં ના લોકો નું જીવન જળ જંગલ જમીન અને ખેતી પર આધારિત હતું. પ્રાથમિક શિક્ષણ શાળા, આરોગ્ય કેન્દ્ર થી વંચિત હતું.
અહીં ના લોકો જાણકાર વધુ ન હતા પરંતુ આ જ ગામનો રહેવાસી કરણ નામનો છોકરો તેના માતા પિતા સાથે કાચા મકાન માં રહેતો. કરણ ના માતા પિતા ખેડૂત હતા .આથી સવાર થી સાંજ સુધી સતત કામ કરતા છતાં આ ખેતર માંથી એટલી બધી આવક મળી શકતી નહોતી. તેના થી માત્ર જીવન જીવવા માટે ની પ્રાથમિક જરૂરિયાત પણ ક્યારેક પુરી ન પણ થઈ શકતી.
કરણ અભ્યાસ માં હોશિયાર અને મહેનતુ હતો તેથી પડોશ ગામ માં આવેલી સરકારી શાળા માં 3 કિલોમીટર નિયમિત ચાલી ને જતો .
રાત્રે ઘરે લાઈટ-વીજળી ન હોવાથી કરણ દીવો સળગાવી અભ્યાસ કરતો. કયારેક થાક થી આંખ મીચાઈ જતી પણ પરંતુ તેને પોતાના પિતા ના શબ્દો યાદ આવતા-
" બેટા , ભણતર જ તને અમારી જેવી જિંદગી થી બચાવશે ."
એક દિવસ આ ગામમાં જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કાર્યો ની તપાસ માટે આવ્યા.ત્યારે જિલ્લા વિકાસ અધિકારી એ ગામ ના બાળકો સાથે વાતચીત દરમિયાન પૂછ્યું -
" તમારા માંથી કોઈ મોટા સપના જુએ છે ? "
આ બાળકો માં કરણ પણ હતો.તમારા જેવો અધિકારી બનવા માંગુ છું." આ બાળક થી પ્રભાવિત થયા અને પૂછ્યું બેટા અધિકારી બની તો જઈશ પણ પછી શું કરીશ.ત્યારે કરણે કહ્યું " સાહેબ! હું આ મારા વિસ્તાર ને શાળા, શિક્ષણ, આરોગ્ય, સ્વછતા અને રોડ રસ્તા ઓનું નિર્માણ કરાવીશ."
કરણ નો આવો જવાબ સાંભળતા ગામ ની તપાસ કરી તમામ સમસ્યાઓ ને દૂર કરી કરણ ના આ શબ્દો માં છુપાયેલી સચ્ચાઈ અને આત્મવિશ્વાસ જિલ્લા વિકાસ અધિકારી ને પ્રભાવિત કર્યા હતા તેથી કરણ ને સન્માનિત કર્યા અને તેના ઘર પરિવાર ની પરિસ્થિતિ જાણ થતાં સ્કોલરશીપ ની વ્યવસ્થા કરી અને શહેર માં પ્રવેશ અપાવ્યો.
શહેર ની દુનિયા કરણ માટે સંપૂર્ણ નવી હતી. અંગ્રેજી માધ્યમ, સ્પર્ધાત્મક વાતવરણ શરૂઆત માં અઘરું લાગ્યું પણ કરણ સત્તત મહેનત કરી કોલેજ માં સ્નાતક થયા.
સિવિલ સર્વિસ ની પરીક્ષા માં તેઓ બે ત્રણ પ્રયત્ને નિષ્ફળ ગયા.પણ તેઓ હાર ન માની સત્તત મહેનત કરતા રહ્યા અને અંતે તેઓ જિલ્લા વિકાસ અધિકારી ની પસંદગીઓ માં આવ્યા. કરણ ની પહેલી પોસ્ટિંગ એના જીલ્લા માં હતી. તેથી તેઓ ખૂબ ખુશ થયા અને તેમના વિસ્તારમાં માં લાઇબ્રેરી,દવાખાના,વીજળી, હોસ્ટેલ સહિત અન્ય ભૌતિક સુવિધાઓ પૂરી પાડી અને બાળકો ને સંબોધતા કહ્યું .
" પરિસ્થિતિ ગમે તેટલી કઠિન હોય, જો સપના સાચા હોય અને સતત મહેનત હોય તો સફળતા મળવા થી કોઈ રોકી શકતું નથી."
Comments
Post a Comment