Review writing
Birsha Munda tribal University
(School of Arts)
Expert lecture in Economics
By:- Assistant profesor Hamilton Mahida
Date :- 23/02/2025
Day :- Monday
આજ તારીખ 23 ફેબ્રુઆરી ના રોજ બિરસામુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી માં સ્કૂલ ઓફ આર્ટ્સ કોલેજ (બેચલર ઓફ આર્ટ્સ) ના ઇકોનોમિકસ ના વિદ્યાર્થીઓ ઓના માટે એક્સપર્ટ લેક્ચર ઇન ઇકોનોમિકસ પ્રોગ્રામ નું આયોજન સ્કુલ ઓફ આર્ટ્સ અને કોમર્સ ના આચાર્ય સાહેબ શ્રી ડો. અમિત કુમાર દોડકિયા સાહેબ દ્વારા આયજોન કરવા માં આવ્યું . જેના મુખ્ય અતિથિ (મહેમાન) તરીકે આસિસ્ટન્ટ પ્રોફેસર હેમિલ્ટન મહીડા સાહેબ શ્રી હતા. આ પ્રોગ્રામ માં બધા અધ્યાપક સાહેબ શ્રી તેમજ માનનીય આચર્ય સાહેબ શ્રી પણ હાજર રહી આ પ્રોગ્રામ ને ઉજ્જ્વળ બનાવ્યું . આ પ્રોગ્રામ નું સંચાલન ઇકોનોમિકસ ની વિદ્યાર્થીની વસવા કુંતા બેન એ સંભાળ્યું હતું .
પ્રોગ્રામ ની શરૂઆત આયજોન બદ્ધ 11 વાગે દીપ પ્રાગટ્ય થી કરવા માં આવ્યું. અને ત્યારબાદ માનનીય આચર્ય સાહેબ શ્રી ડો અમિત કુમાર ધોળકિયા સાહેબ એ મુખ્ય અતિથિ આસિસ્ટન્ટ પ્રોફેસર હેમિલ્ટન મહીડા સાહેબ નું ખૂબ દિલ પૂર્વક સ્વાગત કર્યું અને એ સાથે તમામ વિદ્યાર્થીઓ ને કંઈક નવું શીખવા અને આગળ શીખતા રહેવા માટે ની પ્રેરણા અને શુભેચ્છા પાઠવી તેઓ એ વીરામ આપ્યું.ત્યાર બાદ આ પ્રોગ્રામ ના મુખ્ય અતિથિ ઇકોનોમિકસ એક્સપર્ટ એવા હેમિલ્ટન મહીડા સાહેબે ખૂબ સારી રીતે સમજાવ્યું હતું. તેઓ એ અમને અર્થતંત્ર માં બજાર નું માળખું કઈ રીતે કામ કરી રહ્યું છે. આ બાબત પર સમજવા નો ખૂબ સારો પ્રયત્ન કર્યો જેની અંદર પૂર્ણ હરીફાઈ, ઇજારો, આવક ના ખ્યાલો અને ખર્ચ ના વિવિધ ખ્યાલો સમજાવ્યા. એમના લક્ષણો અને એના ડાયાગ્રામ દોરી ને બતાવ્યા. જેની સમજણ અમને સારી રીતે પડી જતી હતી .
આ પ્રોગ્રામ નો મુખ્ય હેતુ એ હતો કે વિધાર્થીઓ ને ઇકોનોમિક વિષય માં સારી રીતે સમજણ પડે અને આ વિષય નું આગળ જતા કેવી રીતે ઉપયોગ કરી શકાય અને આ વિષય નું ઉદભવ, મહત્વ સહિત ના તમામ કોન્સેપ્ટ સારી રીતે સમાવેશ કરી ને સમજાવ્યું. જે નીચે વિગતવાર રીતે દર્શાવેલ છે.
સૌ થી પહેલા આસિસ્ટન્ટ પ્રોફેસર હેમિલ્ટન મહીડા સાહેબ શ્રી એ અમને અર્થશાસ્ત્ર ના સામાન્ય પ્રશ્ન થી શરૂઆત કરી
1) અર્થશાસ્ત્ર એટલે શું એની વ્યાખ્યા આપો . (આ સવાલ નો જવાબ મારા મિત્ર સાગર એ આપ્યો)
જવાબ : અર્થશાસ્ત્ર એ માનવી ના આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ નું અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર.
2) અર્થશાસ્ત્રી પ્રોફેસર રોબિન્સ ની અછતલક્ષી વ્યાખ્યા જણાવો. (આ સવાલ નો જવાબ મારા મિત્ર નગીન ભાઈ એ આપ્યો)
જવાબ:- માનવી અમર્યાદિત જરૂરિયાત સામે મયાર્દિત સાધનો વચ્ચે વચ્ચે મેળ કઈ રીતે બેસાડવો એ બાબત પર અભ્યાસ.
આવા સવાલ પૂછ્યા પછી તેમણે બજાર નું માળખું ટોપિક પર સમજૂતી આપી
બજાર એટલે શું ? તેની રચના ,લક્ષણો , વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે નો સંબંધ.
જવાબ: બજાર: વસ્તુ કે સેવા ઓનું વિનિમય કરવા ના હેતુ થી થતો જાહેર સ્થળે માનવી-માનવીવચ્ચે પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે લેણ દેન ની પ્રકિયા જેને બજાર કહેવાય છે.
રચના:- પૂર્ણ હરીફાઈ : નીચે આપેલ ચિત્ર માં સારી રીતે જોઈ શકાય છે કે વેચનારા ની સંખ્યા વધારે છે . જે પૂર્ણ હરીફાઈ નું ઉદાહરણ દર્શાવે છે.
પૂર્ણ હરીફાઈ માં માત્ર સામન્ય નફો જ મળે છે .
વેપારીઓ વચ્ચે હરીફાઈ હોવાને લીધે ભાવ પણ સમાનતા જોવા મળે .
ઇજારો: એક જ વેચનાર અને ઘણા બધા ખરીદનાર હોય છે.
ઇજારો એ સરકાર નો હોય શકે અથવા ખાનગી પણ હોય શકે છે.
ઇજારા ના લક્ષણો:
-એક જ ઉત્પાદક કે વેચનાર
- ઘણા બધા ખરીદનાર
- વસ્તુ એક સરખુ
- અસામાન્ય નફો .
પ્રકારો:
1 ) માલિકી ની દષ્ટિ એ ઇજારો
2 ) કિંમત ની દષ્ટિ એ ઇજારો
3) હરીફાઈ દષ્ટિ એ ઇજારો
આવક અને ખર્ચ ના ખ્યાલો:
કુલ આવક : વ્યક્તિ એ વરસ દરમિયાન ઉત્પાદન ના સાધનો દ્વારા મેળવેલી વસ્તુ ની વહેચણી કરતા મળેલી આવક.
TR= S×P
સરેરાશ આવક : કુલ આવક ને વસ્તુ ના એકમો વડે ભાગતા મળેલ આવક.
સરેરાશ આવક = કુલ આવક
_____________
વસ્તુ ના એકમો
AR= TR÷Q
સીમાંત આવક: કુલ આવક અને તેમાં વધારો નો એક એકમ ઉમેરતા મળતી વધારા ની આવક એટલે સીમાંત આવક.
MRn= TRn - TRnI
ખર્ચ ના ખ્યાલો:
સ્થિર ખર્ચ :- જે ખર્ચ માં ઉત્પાદન માં ફેરફાર કરતા ખર્ચ માં કોઈ ફેરફાર થતો નથી.
અસ્થિર ખર્ચ: જે ખર્ચ માં ઉત્પાદન માં વધારા કે ઘટાડા સાથે ખર્ચ માં પણ વધારો કે ઘટાડો સાથે ફેરફાર થાય છે.
કુલ ખર્ચ: જે ખર્ચ માં સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બંને ના સરવાળો કરતા મળતા ખર્ચ ને કુલ ખર્ચ કહેવાય છે.
સીમાંત ખર્ચ: એક વધારા ની વસ્તુ પાછળ થયેલ ખર્ચ એટલે સીમાંત ખર્ચ કહે છે.
પૂર્ણ હરીફાઈ માં ટૂંકા ગાળા માં કિંમત નિર્ધારણ તથા પેઢી ઉદ્યોગ ની સમતુલા.
જવાબ : ટૂંકોગાળો એટલે જે સમયે પેઢી પોતાના અસ્થિર સાધન માં ફેરફાર કરી ઉત્પાદન માં કરે તો તેને ટૂંકો ગાળો કહે છે .
લાંબોગાળો એટલે પેઢી પોતાના સ્થિર અને અસ્થિર સાધનો માં ફેર ફર કરી શકે તેને લાંબો ગાળો કહે છે .
પેઢી ની સમતુલા એવી પરિસ્થિતિ એ કે પેઢી પોતાના ઉત્પાદન ના ખર્ચ માં સમતુલા સર્જાય તો તેને પેઢી ની સમતુલા કહે છે .
ઉદ્યોગો ની સમતુલા: જે પરિસ્થિતિ એ પહોચ્યા પછી કોઈ પણ પેઢી ઉદ્યોગ ની બહાર નથી અને નવી પેઢી ઉદ્યોગ માં ન આવી શકે તો તેને ઉધોગ ની સમતુલા કહે છે .
બજાર માં કિંમત એ માગ અને પુરવઠા પર આધાર રાખે છે.
કિંમત <માગ = પૂરવઠો ઓછો
માગ « કિંમત= પૂરવઠો વધુ.
માંગ નો નિયમ એવું કહે છે કે કિંમત વધુ હોય તો માગ ઓછી થાય અને કિંમત વધુ હોય તો માંગ વધુ થાય છે. આ પ્રોગ્રામ સતત ત્રણ કલાક જેટલું ચાલુ રહ્યું
અને આ પ્રોગ્રામ ના અંતિમ તબક્કામાં અધ્યાપક સાહેબ શ્રી ગિરિશ મકવાણા સાહેબ એ આભારવિધિ પાઠવી અને અંતે રાષ્ટ્રીય ગાન કરી આ પ્રોગ્રામ ને સફળ કર્યું.
Thank you
Your sincerely Ajit Economics student
Comments
Post a Comment