અંધકાર થી પ્રકાશ તરફ એક કદમ
રાજ્ય ના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં આવેલ એક ગામ ચારેય તરફ પહાડો, કાચા રસ્તા, અને ભૌતિક સુવિધાઓ થી તથા વીજળી ની અછત મર્યાદિત સુવિધા ઓઅહીં ના લોકો નું જીવન જળ જંગલ જમીન અને ખેતી પર આધારિત હતું. પ્રાથમિક શિક્ષણ શાળા, આરોગ્ય કેન્દ્ર થી વંચિત હતું. અહીં ના લોકો જાણકાર વધુ ન હતા પરંતુ આ જ ગામનો રહેવાસી કરણ નામનો છોકરો તેના માતા પિતા સાથે કાચા મકાન માં રહેતો. કરણ ના માતા પિતા ખેડૂત હતા .આથી સવાર થી સાંજ સુધી સતત કામ કરતા છતાં આ ખેતર માંથી એટલી બધી આવક મળી શકતી નહોતી. તેના થી માત્ર જીવન જીવવા માટે ની પ્રાથમિક જરૂરિયાત પણ ક્યારેક પુરી ન પણ થઈ શકતી. કરણ અભ્યાસ માં હોશિયાર અને મહેનતુ હતો તેથી પડોશ ગામ માં આવેલી સરકારી શાળા માં 3 કિલોમીટર નિયમિત ચાલી ને જતો . રાત્રે ઘરે લાઈટ-વીજળી ન હોવાથી કરણ દીવો સળગાવી અભ્યાસ કરતો. કયારેક થાક થી આંખ મીચાઈ જતી પણ પરંતુ તેને પોતાના પિતા ના શબ્દો યાદ આવતા- " બેટા , ભણતર જ તને અમારી જેવી જિંદગી થી બચાવશે ." એક દિવસ આ ગામમાં જ...